ઝાલોદ તાલુકાના લીમડી નગરની સીએચસી કાર્યાલયમાં જુનીયર ક્લાર્ક દ્વારા તબીબની સર્વિસ બુક તથા એકાઉન્ટન્ટના કોમ્પ્યુટરની હાર્ડ ડીસ્કની ચોરી

દાહોદ તા.૨૨
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આવેલ સી.એચ.સી.કાર્યાલયમાં ફરજ બજાવતાં એક જુનીયર ક્લાર્કે પોતાનો બદ ઈરાદો પાર પાડવા અથવા તો કોઈકની ચઢામણીથી કાર્યાલાયમાં ફરજ બજાવતાં એક તબીબની સર્વિસ બુક તથા સી.એચ.સી.ના એકાઉન્ટન્ટના કોમ્પ્યુટરની હાર્ડ ડીસ્કની ચોરી કરી લઈ જતાં આ સંબંધે ફરીયાદ નોંધાવા પામી છે.
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતા અને લીમડી નગરમાં સી.એચ.સી.કાર્યાલયમાં જુનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં રોહીતભાઈ ભરતભાઈ મુનીયાએ ગત તા.૦૫.૦૯.૨૦૧૯ થી તારીખ ૧૯.૦૯.૨૦૧૯ના સમયગાળા દરમ્યાન સી.એચ.સી.કાર્યાલયમાં રાખેલ તિજારીની ચાવી પોતાના કબ્જામાં રાખેલ હતી. આ તિજારીમાં મુકી રાખેલ ર્ડા. એસ.કે.તડવી (તબીબ અધિકારી વર્ગ – ૨) નાઓની સર્વિસ બુક તથા સી.એચ.સી.ના એકાઉન્ટન્ટના કોમ્પ્યુટરની હાર્ડડિસ્ક (સેવ રાખેલ ડેટા) કોઈ બદ ઈરાદો પાર પાડવા અથવા તો કોઈકની ચઢામણીથી રોહીતભાઈ ભરતભાઈ મુનીયાએ ચોરી કરી લઈ જતાં આ સંબંધે લીમડી સી.એચ.સી.કાર્યાલયમાં ફરજ બજાવતાં ર્ડા.હેમાંગીબેન વિજયસીંહ વસૈયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: