ઝાલોદ નગરમાં એક બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો : કુલ રૂ.૩૭ હજારની મત્તાની ચોરી
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપીયા સહિત સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂ.૩૭,૫૦૦ ની અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે ફરીયાદ નોંધાવા પામી છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં સાંઈ સર્જન સોસાયટીમાં રહેતા રાજેશકુમાર સુંદરલાલ પંચાલના બંધ મકાનને તસ્કરોએ ગત તા.૧૯.૧૦.૨૦૧૯ના રોજ નિશાન બનાવ્યુ હતુ અને મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ પ્રવેશ કર્યાે હતો. મકાનમાં મુકી રાખેલ લોખંડના કબાટમાંથી રોકડા રૂપીયા ૨૫,૦૦૦, સોસાની એક જાડ બુટ્ટી આશરે કિંમત રૂ.૧૦,૦૦૦, ચાંદીના છડા આશરે કિંમત રૂ.૨૫૦૦ વિગેરે મળી કુલ રૂ.૩૭,૫૦૦ ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે રાજેશકુમાર સુંદરલાલ પંચાલે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

