ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાંગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી

રિપોટર અજય સાશી દાહોદ

સંજેલી તાલુકામાં ઠાકોર ફળિયામાં જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે માગશર સુદ અગિયારસના પવિત્ર દિવસે ગીતા જયંતી નિમિત્તે શ્રીમદ્ ભગવદ્ ગીતા ગ્રંથનું મહત્વ તથા શ્લોકગાન કરવામાં આવ્યું હતું.

જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી - મોરા અને સુખસર નવોદય તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે જેમાં અનાથ બાળકો અને અપંગ બાળકો માટે જરૂરી મટેરીયલ અને માર્ગદર્શન વિનામૂલ્યે આપવામાં આવે છે ત્યારે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને ભગવત ગીતાના 18 અઘ્યાય અંગેનો સંશિપ્ત સાર આપવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા ગીતા ગ્રંથ દ્વારા વિવિધ વકત્યો રજૂ કરવામાં આવ્યા હતા. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ મોરાના સંચાલક શ્રી અશ્વિનભાઈ સી.સંગાડા દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મના પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે એવુ જણાવવામાં આવ્યું હતું. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સુખસરના સંચાલક શ્રી રાજુભાઈ એસ. મકવાણા દ્વારા ગીતા એટલે કોઈ દેવી દેવતાઓનું કે ધર્મનું વર્ણન કે મહત્વ નહિ પરંતુ ગીતા એટલે જીવન જીવવાની પદ્ધતિ અને ગીતાના સંદેશનું અનુસરણ કરવું જોઈએ એ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નો આભાર ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!