ઝાલોદ તાલુકામાં શાંતિ પૂર્વક મતદાન
રિપોર્ટર – પંકજ પંડિત – ઝાલોદ
ઝાલોદ તાલુકામાં શાંતિ પૂર્વક મતદાન ઝાલોદ તાલુકાના મતદારોમાં આજરોજ સવારથી મતદાનને લઈ અનેરો ઉત્સાહ જોવાઈ રહેલો જોવાઈ રહેલો છે, લોકો સ્વયંભૂ લોક જાગૃતિ રૂપે મતદાન મથક પર પહોંચી રહ્યા છે. યુવા વર્ગમાં પણ અનેરો ઉત્સાહ જોવાઈ રહેલો છે. ઝાલોદ નગરમાં આખું બજાર બંધ જેવું લાગી રહ્યું છે. મતદાન મથક પર મતદાન કરવા અને કરાવવા લોકો એક બીજાને પ્રેરિત કરતા જોવા મળી રહ્યા છે.



