મહેમદાવાદના બારોટવાડા પાસે ૫ વર્ષોનો બાળક ટ્રોલી નીચે કચડાયો

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ.

નડિયાદ: મહેમદાવાદ શહેરના બારોટવાડા પાસે ટ્રેકટરના ચાલકે ઘર પાસે રમતા પાંચ વર્ષના બાળકનેઅડફેટે મારી અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં ગંભીરરીતે ઘવાયેલા બાળકનું સ્થળપર મૃત્યુ થયુ હતુ.આ સમગ્ર બનાવ અંગે મહેમદાવાદ પોલીસેટ્રેકટરના ચાલક વિરૂધ્ધ ગુનોનોધ્યો છે.હાર્દિક ઉં.વ. ૫ શહેરનાબારોટવાડા પાસે તેના ઘર આગળ રમતો હતો. તે સમયે
એક ટ્રેકટરના ચાલકે પુરઝડપે હંકારી હાર્દિકને અડફેટે મારી અકસ્માત સર્જાયો હતો.જેથીઘર આગળ રમતો હાર્દિકટ્કટરની ટ્રોલીના પાછળના વ્હીલમાં આવી જતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર તેનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ અંગે પ્રભાતભાઇના દિકરા વિજય કરતા તેઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક ફરારરવિવાર બપોરે ઘર પાસે રમતા પાંચ વર્ષના હાર્દિકને અડફેટે મારી ટ્રેકટરનો ચાલક ફરાર થઈ ગયો હતો.બનાવની જાણ સ્થાનિકપોલીસને થતા પોલીસ ટીમ
બનાવ સ્થળે પહોંચી ટ્રેકટરના નંબરના આધારે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: