ડિસ્પેચ સેન્ટર પર બે પોલીગ કર્મચારી બેભાન

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદ ખાતે બાસુદીવાલાસ્કૂલ માં ચાલી રહેલ ડિસ્પેચની કાર્યવાહી દરમિયાન ઉપેન્દ્ર પટેલ નામક પ્રિસાઇડીંગ ઓફિસરને અચાનક ચક્કર આવતા તે બેભાન થઈ ગયા હતા. સ્થળ પરહાજર નર્સ દ્વારા તુરંત સ્થળ પર પહોંચી તેમનું ચેક અપ કર્યું હતું. જોકે ડિસ્પેચ સેન્ટર પર માત્ર નર્સ સિવાય અન્ય ડોક્ટર સ્ટાફ
હાજર ન હોઈ તુરંત 108 ને બોલાવવામાં આવી હતી.જેમાં ઉપેન્દ્રને સિવિલ હોસ્પિટલપહોંચાડી પ્રાથમિક સારવારઆપવામાં આવી હતી. જ્યારેકપડવંજ શેઠ એમ.પી. હાઈસ્કૂલખાતે ચાલી રહેલા ડિસ્પેચકાર્યવાહી દરમિયાન જયશ્રીબેન ઠક્કર નામની મહિલાની તબિયતલથડી હતી. જેમને સ્થળ પરહાજરડોક્ટરની ટીમ દ્વારાપ્રાથમિક સારવાર આપવામાંઆવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: