ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં મહાપરિનિર્વાણ દિન નિમિતે ડૉ. બાબા સાહેબ આંબેડકર સાહેબને શ્રદ્ધાજંલી અર્પણ કરાઇ
રિપોટર અજય સાંસી
ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં મહાપરિનિર્વાણ દિન નિમિતે ડૉ. બાબા સાહેબ આંબેડકર સાહેબને શ્રદ્ધાજંલી અર્પણ કરાઇ
સંજેલી તાલુકામાં જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે કાર્યરત છે જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે જેમાં અનાથ બાળકો અને અપંગ બાળકોને વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ વિનામૂલ્યે આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા મહાપરિનિર્વાણ દિન નિમિતે ડૉ. બાબા સાહેબ આંબેડકર સાહેબને શ્રદ્ધાજલી અર્પણ કરવામાં આવી હતી. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં તાલીમ મેળવી વિદ્યાર્થીઓ સમક્ષ બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલ કાર્યો વિશે માહિતીગાર કર્યા હતા . દિલીપકુમાર એચ મકવાણા દ્વારા બાબાસાહેબ આંબેડકર (મૂળ નામ- ભીમરાવ રામજી આંબેડકર)(૧૪એપ્રિલ ૧૮૯૧-૬ ડિસેમ્બર ૧૯૫૬) એક કાયદા શાસ્ત્રી, રાજનેતા, તત્વ ચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબા સાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે.તેઓએ બોદ્ધ પુનજાગરણ આંદોલનની શરૂવાત કરી હતી. સંગાડા અશ્વિનભાઈ સી. દ્વારા તેઓએ ભારતીય બંધારણ સભામાં નિભાવેલ જવાબદારીને કારણે તેમને “ભારતના ઘડવૈયા” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦ માં નવાજવામાં આવ્યા હતા. ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પુણ્યતિથિ નિમિત્તે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી ના સભ્યો દ્વારા શ્રધ્ધાજલી અર્પણ કરવામાં આવી હતી.