દાહોદમાં એક જ પરિવારના ત્રણ સદસ્યોએ ટ્રેન નીચે પડતુ મુકી દેતા ચકચાર
દાહોદ ડેસ્ક તા.31
દાહોદ શહેરના અંડરપાસ પાસે આવેલા રેલમાર્ગ પર ગતરાત્રે એક જ પરિવારના ત્રણ સભ્યોએ ત્યાંથી પસાર થતી કોઈ ટ્રેન નીચે પડતું મૂકી આયખું ટૂંકાવી દેતા શહેર સહિત જીલ્લામાં ચકચાર મચી જવા પામી છે.જયારે ઉપરોક્ત બનાવની જાણ વાયુવેગે શહેરમાં પ્રસરતાં લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ધસી આવ્યા હતા.જોકે આર પી એફ- ગુજરાત રેલવે પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી રેલ માર્ગ પરથી લોકોના ટોળાંને ખસેડી ત્રણેય લાશનો કબજો લઇ પી.એમ માટે શહેરનાં ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના રણીયાતી ગામના રહેવાસી રાકેશ રમણ ભાના ગોધરા રોડ ખાતે રહેતી રાધાબેન તેમજ તેમનો પુત્ર ધ્રુવ જોડે ગત રાત્રીના સાડા સાત વાગ્યાના સુમારે શહેરના અંડરપાસ પાસેથી પસાર થતી કોઈ ટ્રેન નીચે પડતું મૂકી આયખું ટૂંકાવી નાખ્યું હતું.જયારે ઉપરોક્ત ઘટનાની જાણ વાયુવેગે શહેરમાં પ્રસરતા લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ત્યારબાદ આર.પી.એફ -ગુજરાત રેલવે પોલીસે ઘટના સ્થળ પર ધસી આવી લોકોના ટોળાને રેલમાર્ગ પરથી ખસેડી ત્રણેય મૃતકોના લાશનો કબ્જો મેળવી પી.એમ કરવા માટે શહેરના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હતી.
*મૃતકના પ્રેમસંબધો ને લઇ પરીવારમાં ચાલતા વાદવિવાદો કારણભૂત હોવાનું ચર્ચામાં*
દાહોદ તાલુકાના રળીયાતી ખાતેના રહેવાસી રાકેશભાઈ પરણિત હોઈ તેમજ છેલ્લા કેટલાય વર્ષોથી શહેરના ગોધરા રોડ ખાતે રહેતી રાધાબેન જોડે સંબંધોના લીધે તેમના પરિવાર જોડે ચાલતા વિવાદોની વચ્ચે રાકેશભાઈ એ ગતરોજ રાધાબેનના સેંથીમાં સિંદૂર પુરી પોતાની પત્નિ માની તેમના ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી સાંજે તેમના પત્નિ-પુત્ર જોડે ટ્રેન નીચે પડતું મૂકી મોત ને વ્હાલું કરી લેતા લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓએ જન્મ લીધો હતો.