ઝાલોદ તાલુકાના લીમડીના સીમળખેડી ગામે મંદિર પાસેથી એક નવજાત બાળકી મળી આવી
રિપોટર – પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના લીમડીના સીમળખેડી ગામે મંદિર પાસેથી એક નવજાત બાળકી મળી આવી
બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી
નિષ્ઠુર માતા પર ફિટકારની લાગણી વરસાવતા ગ્રામજનો
ઝાલોદ તાલુકાના લીમડી નજીક ૨ કિલોમીટરના અંતરે આવેલ સીમળખેડી ગામે હનુમાનજીના મંદિર આગળ કોઈ અજાણી વ્યક્તિ નવજાત બાળકીને મૂકીને જતુ રહેલ હતું , વહેલી સવારે ગ્રામજનો મંદીર આગળ થી નીકળતા ત્યાં નવજાત બાળકીને જોતા તેમણે તાત્કાલિક પોલિસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતાને લઈ તાત્કાલિક ત્યાં પોલિસ પહોંચી ગયેલ હતી અને નવજાત બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરેલ હતી. સારવાર દરમિયાન બાળકી તંદુરસ્ત જણાઈ આવેલ હતી. પોલિસ દ્વારા અજાણી વ્યક્તિની તપાસ હાથ ધરેલ છે. આ ઘટના થી ચારેકોર અજાણી નિષ્ઠુર માતા પર ફિટકારની લાગણી ઉત્પન્ન થવા પામી હતી.