દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેના મોત નીપજ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ.તા.૦૭
દાહોદ જિલ્લામાં ચાલકની ગફલતને કારણે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બે જણા સ્થળ પર જ કાળનો કોળીયો બન્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લામાં બનેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવો પૈકીનો એક બનાવ સીંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે ગતરોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં એક અજાણ્યો વાહન ચાલક તેના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકરી લઈ સામેથી આવી રહેલી લીમખેડાના લુખાવાડા ગામના મુકેશભાઈ બાબુભાઈ હઠીલાની જીજે-૦૭ સીજી-૭૨૨૩ નંબરની
સીટી ૧૦૦ મોટર સાયકલને અડફેટમાં લઈ નાસી જતાં મોટર સાયકલ સાથે રોડ પર પટકાયેલા મુકેશબાઈ હઠીલાનને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ સંબંધે મરણ જનાર મુકેશભાઈ બાબુભાઈ હઠીલાના મોટાભાઈ કાંતીભાઈ બાબુભાઈ હઠીલાએ નોંધાવેલ ફરિયાદને આધારે રંધીકપુર પોલિસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી
છે જ્યારે જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બીજાે બનાવ ધાનપુર તાલુકાના પીપેરો ગામે ધાનપુરથી લીમખેડા તરફ જતાં રોડ પર ગતરોજ સવારે સાડા આઠ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં એક અતુલ શક્તિ છકડાનો ચાલક તેના કબજાનો જીજે-૨૦ ડબલ્યુ-૪૬૭૬
નંબરના અતુલ શક્તિ છકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવતા છકડાની વધુ પડતી ઝડપ અને ચાલકની ગફલતને કારણે છકડો પલ્ટી ખાઈ જતાં તેનો ચાલક સમય સુચતાં વાપરી ચાલુ ગાડીમાંથી કુદી નાસી ગયો હતો જ્યારે છકડામાં બેઠેલ ધાનપુરના પાવ ગામના બચુભાઈ સંગોડને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે છકડામાં બેઠેલ અન્ય પેસેંજરોને પણ શરીરે ઓછી વત્તી ઈજાઓ થવા પામી હતી. આ સંબંધે પાવગામના મરણજનાર બચુભાઈ સંગોડના પુત્ર વિનુભાઈ બચુભાઈ સંગોડે નોંધાવેલ ફરિયાદને આધારે ધાનપુર પોલિસે અતુલ શક્તિ છકડાના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.