નડિયાદના કોલેજન રોડ પર અકસ્માતમાં એક નું મોત

નરેશ ગણવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદ: તા.૦૭/૦૨૨
નડિયાદ શહેરમાં કોલેજ રોડ પર આવેલી ડી.પી.દેસાઈહાઈસ્કૂલમાં કલાર્ક તરીકે નોકરીકરતાં પુલકીત ભટ્ટ ઉત્તરસંડા મૂકામે રહેતા હતા.ગતરોજ રાત્રે
પુલકીત ભટ્ટ પોતાનું એવીએટર ટુ ચલાવીને પોતાના ઘરેથીશાળા ખાતે કોઈ કામ અર્થે આવતા હતા. આ દરમિયાનડીપી દેસાઈના ખાંચામા વળવા
જતી વેળાએ વાણીયાવાડ તરફથી આવેલા નંબર વગરનાનવું બુલેટ રોયલ એનફીલ્ડ બાઇકેપુલકીતભાઈના વાહન સાથે ધડાકાભેર અથડાવ્યું હતું.

જેના કારણે પુલકીતભાઈ તથા બુલેટ બાઇક પર બેઠેલા બે ઈસમો રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં પુલકીતભાઈને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ
થતાં તેમનું ઘટના સ્થળે કરુણમોત નિપજ્યું છે. જ્યારે બુલેટબાઈક પર બેઠેલા બે લોકો ઘાયલથયા છે. આ બનાવ સંદર્ભે પુલકીતભાઈના સંબધી ભાવેશ ભટ્ટે નડિયાદ ટાઉન પોલીસમાઉપરોક્ત વાહનચાલક સામે કાયદાકીય ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: