ફતેપુરા તાલુકા ભાજપના ઉમેદવાર રમેશભાઈ કટારા નું ભવ્ય વિજય
રિપોટર – ફતેપુરા પ્રતિનિધિ શબ્બીર ભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકા ભાજપના ઉમેદવાર રમેશભાઈ કટારા નું ભવ્ય વિજય સતત ત્રણ ત્રણ ટર્મ થી ચૂંટાઈ આવતા ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા
129 ફતેપુરા વિધાનસભા માં ભાજપના રમેશભાઈ કટારાને હેટ્રિક ભાજપની જીતથી કાર્યકર્તાઓમાં ખુશીની લહેર ભાજપના ઝંડા તેમજ ઢોલ નગારા સાથે વીજયોત્સવ ઉજવાયો 129 ફતેપુરા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતા રમેશભાઈ કટારા ની વિજય ના સમાચાર મળતાં ફતેપુરાતાલુકાના દરેક ગામ અને શહેરોમાં ફટાકડા ફોડી તેમજ કાર્યકર્તાઓ દ્વારા એક બીજાને મીઠાઈ ખવડાવી વીજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ફતેપુરા નગરમાં દરેક વિસ્તારમાં ઢોલ નગારા સાથે ફટાકડા ફોડવામાં આવ્યા તેમજ ફતેપુરા નગરના વીજયોત્સવ નિમિત્તે દરેક વિસ્તારોમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વિજય પતાકા રૂપે ઠેર ઠેર ભાજપનું ધ્વજ લહેરાવવામાં આવ્યું હતું