ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે સામાન્ય બાબતે બે વ્યÂક્તઓને માર માર્યાે
દાહોદ તા.૧
ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે સામાન્ય બાબતે બે વ્યÂક્તઓને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે રહેતા સુકમભાઈ છગનભાઈ તડવીએ પોતાના જ ગામમાં સુતરીયા ફળિયામાં રહેતા ધનાભાઈ નેવલાભાઈ પરમારના ઘરે જઈ બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, લખુડાભાઈ શેનાભાઈ ભાભોરને નાને તે કેમ સંતાડી રાખેલ છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાના હાથમાનુ કામડુ ધનાભાઈ તથા દેવલાભાઈને મારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતા આ સંબંધે ધનાભાઈ નેવલાભાઈ પરમારે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.