દાહોદમાં રેલ્વે લાઈન ક્રોસ કરવા ગયેલા અજાણ્યા વ્યક્તિનું ટ્રેનની અડફેટે મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૯
દાહોદ પરેલ સાત બંગલા પાછળ ગતરોજ સવારે રેલ્વે લાઈન ક્રોસ કરવા ગયેલ અજાણ્યા ઈસમનું અકસ્માતે ટ્રેનની અડફેટમાં આવી જતાં ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
એક અજાણ્યો ઈસમ ગઈકાલે સવારે દશેક વાગ્યાના સુમારે દાહોદ પરેલ, સાત બંગલા પાછળ રેલ્વે લાઈન ક્રોસ કરવા જતાં અચાનક આવેલ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ દાહોદ રેલ્વે પોલિસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણ જનારની લાશનો કબજાે લઈ પંચો રૂબરૂ લાશનું પંચનામું કરી લાશને પી.એમ.માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી આ મામલે સી.આર.પી.સી. ૧૭૪ મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.