દાહોદ તાલુકાના બોરવાણી ગામે કુવા મામલે થયેલ ઝઘડામાં ત્રણ મહિલાઓને ફટકારી
દાહોદ તા.૧
દાહોદ તાલુકાના બોરવાણી ગામે પાણીના કુવા બાબતે થયેલ ઝઘડામાં ત્રણ મહિલાને લાકડી વડે તેમડ લાતો વડે માર મારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના બોરવાણી ગામે ખાયા ફળિયામાં રહેતા નરૂભાઈ તેજાભાઈ નિનામા, સંજયભાઈ નરૂભાઈ નિનામા, માજુભાઈ નરૂભાઈ નિનામા અને વિનુભાઈ તેજાભાઈ નિનામાનાઓએ પોતાના જ ફળિયામાં રહેતા રમીલાબેન દિનેશભાઈ નિનામાના ઘરે આવી બેફામ ગાળો બોલતા હતા અને કહેવા લાગેલ કે, આપણો ભાગનો કુવો બાંધેલ છે તે હું તને નહીં આપુ, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાના હાથમાની લાકડી રમીલાબેનને પગમાં મારી, શીતલબેનને પેટમાં લાત મારી તથા રાધાબેનને માથાના વાળ પકડી માર મારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે રમીલાબેન દિનેશભાઈ નિનામાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.