દાહોદ જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં ર ના મોત

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૦


દાહોદ જિલ્લામાં વાહન ચાલકની ગફલતને કારણે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતમાં બે જણા સ્થળ પર જ કાળનો કોળીયો બન્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતના સર્જાયેલા બે બનાવો પૈકીનો એક બનાવ દે.બારીયા તાલુકાના ભુલર ગામે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં રાજસ્થાનના ઢોલપુર જિલ્લાના ચુનીપુર ગામના મનુસિંહ રામહેતનાએ તેના કબ્જાની ટાટા કંપનીની બોડી વગરની ફોરવ્હીલ ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી આગળ જતી મોટર સાયકલને પાછળથી જાેશભેર ટક્કર મારી નાસી જતા મોટર સાયકલ ચાલક અંતેલા ગામના ડાટ ફળીયાના રમણભાઈ પ્રતાપભાઈ પટેલ મોટર સાયકલ સાથે નીચે પટકાતા તેને પગે તથા માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
આ સંબંધે અંતેલા ગામના હાટ ફળીયાના શૈલેષભાઈ પ્રતાપભાઈ પટેલે નોંધાવેલ ફરીયાદના આધારે પોલીસે ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામે ધાવડીયા ગઢરાવાળા વળાંકમા ગતરોજ સાંજના સાડા છ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે તેના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી રોડની બાજુમાં પગપાળા જઈ રહેલા આશરે ૩૦ થી ૩પ વર્ષીય ઉંમરના અજાણ્યા ઈસમને ટક્કર મારી નાસી જતા અજાણ્યા ઈસમને માથામાં પાછળના ભાગે, શ રીરે તેમજ પેટના ભાગે તથા હાથે ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નિપજતા આ સંબંધે કાળીયા તળાવ ગામના નરેશભાઈ અનુપસિંહ માલીવાડે નોંધાવેલ ફરીયાદને આધારે ઝાલોદ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: