કપડવંજમાં દીકરીની હત્યા કર્યબાદ પિતાનો આપઘાત
નરેશ ગનવાણી – બ્યૂરોચીફ્ – નડિયા

કપડવંજમાં દીકરીની હત્યા કર્યબાદ પિતાનો આપઘાત
કપડવંજના રત્નાકર માતા રોડ પર આવેલ વિશ્વાસ આર્કેડ ફ્લેટમાં ભાવિક અરવિંદભાઈ પટેલે (ઉમર,વર્ષ આશરે ૪૨) તેની પુત્રી જોયેલ ઉર્ફે જોલી (ઉંમર વર્ષ ૧૦ ) રહેતા હતા તેમની ફેશન ડિઝાઈનર પત્ની જીજ્ઞાબેન નું કોરોનામાં મૃત્યુ થયું હતું બાદ પિતા પુત્રી બંને એકલા રહેતા હતા ભાવિકભાઈએ આજે પોતાના ઘરમાં દીકરી જોયેલ ઉર્ફે જોલી ને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા પછી તેમણે પણ મકાનની છત પરના ખીલે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ મોત વહાલુ કરી લીધું હતુંભાવિકભાઈએ આ પગલું ભરતા પૂર્વે અંતિમ ચિઠ્ઠી લખી ઘરના ટેબલ પર મૂકી હતી જેમાં અમે પિતા – પુત્રી આ દુનિયામાં નથી રહેવાના, અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરશો. મારી પાસે કોઈ ઉપાય નહોતો. એટલે મેં આ પગલું ભર્યું છે. તો આપ સૌ અમને માફ કરશો. તેમ જણાવી ભાવિકભાઈએ અંતિમ ચિઠ્ઠીમાં સાથે તેના સગા-વ્હાલાને જાણ કરવા માટે નામ અને મોબાઈલ નંબર ચિઠ્ઠીમાં લખ્યા હતાં. ભાવિકભાઈની પત્ની કોરોનામાં મૃત્યુ પામી હતી.
જેથી પિતા પુત્રી એકલા રહેતાં હતાં. પુત્રીની ડેડ બોડીની બાજુમાં ભાવિક ભાઈએ તેમની સ્વર્ગસ્થ ધર્મપત્નીનો ફોટો મૂક્યો હતો. ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધોરણ ત્રણમાં ભણતી હતી કપડવંજ શહેર પોલીસને જાણ થતાં દોડી ગઈ હતી અને પોલીસે પિતા પુત્રીના મૃતદેહ કબજે લઈ પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા કપડવંજ શહેર પોલીસે આ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

