ઝાલોદ પોલીસ દ્વારા બસ સ્ટેશન ની અંદર થી એસ.ટી બસના ડ્રાઇવરને પીધેલી હાલતમાં ઝડપી પાડયો પોલિસ સ્ટાફને મળેલ માહિતીને આધારે ડ્રાઇવરને નશાની હાલતમાં પકડયો
રિપોટર -પંકજ પંડિત તાલુકો : ઝાલોદ
ઝાલોદ પોલીસ દ્વારા બસ સ્ટેશન ની અંદર થી એસ.ટી બસના ડ્રાઇવરને પીધેલી હાલતમાં ઝડપી પાડયો પોલિસ સ્ટાફને મળેલ માહિતીને આધારે ડ્રાઇવરને નશાની હાલતમાં પકડયો
ઝાલોદ બસ સ્ટેશન વિસ્તારમાં એસ.ટી બસનો ડ્રાઇવર દારુ પીધેલ હાલતમાં બકવાટ કરતો , લથડિયા ખાતો તોફાન કરે છે તેવી માહિતીના આધારે ડ્રાઇવરને પીધેલ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. ડ્રાઇવરનું નામ પૂછતાં તેણે તેનું નામ શૈલેષકુમાર કાળીદાસ પટેલ જણાવ્યું હતું અને તે લુણાવાડાનો રહેવાશી છે તેવું પોલિસ દ્વારા પૂછપરછમાં ડ્રાઇવરે જણાવ્યું હતું. પોલિસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.