ઝાલોદ નગરની સ્પંદના સ્ફૂર્તિ ફાઇનાન્સ ઓફિસનો નકુચો તોડી ચોરી થયાની ફરિયાદ પોલિસ સ્ટેશનમાં નોંધાઇ ૮૯૭૫૦ ના રૂપિયાની ચોરીની ઘટના બનીસ્પંદના સ્ફૂર્તિ ફાઈનાન્સ કંપનીના મેનેજર દ્વારા ફરિયાદ નોંધાઇ

રિપોટર – પંકજ પંડિત તાલુકો : ઝાલોદ

ઝાલોદ નગરની સ્પંદના સ્ફૂર્તિ ફાઇનાન્સ ઓફિસનો નકુચો તોડી ચોરી થયાની ફરિયાદ પોલિસ સ્ટેશનમાં નોંધાઇ ૮૯૭૫૦ ના રૂપિયાની ચોરીની ઘટના બનીસ્પંદના સ્ફૂર્તિ ફાઈનાન્સ કંપનીના મેનેજર દ્વારા ફરિયાદ નોંધાઇ

  ઝાલોદ નગરના નવાઘરા ,ડુંગરી ફળીયામાં ભાડાના મકાનમાં સ્પંદના સ્ફૂર્તિ ફાઈનાન્સ કંપનીની બ્રાંચ ચાલે છે. આ ફાઇનાન્સ કંપનીમાં મેનેજર મહેશકુમાર સહિત બીજા ૮ કર્મચારીઓ નોકરી કરે છે .બનાવની વિગત અનુસાર તારીખ ૧૭-૧૧-૨૦૨૨ ના રોજ સ્પંદના સ્ફૂર્તિ ફાઈનાન્સમા આવેલ કલેક્શન ૩૮૪૭૦ તથા ૧૮-૧૧-૨૦૨૨ ના રોજ કલેક્શન કરેલ રૂપિયા ૪૦૨૨૦ તેમજ ૧૯-૧૧-૨૦૨૨ ના રોજ કલેક્શન કરેલ રૂપિયા ૧૧૦૬૦ ટોટલ ૮૯૭૫૦ રૂપિયા કંપનીના લોકરમાં મુકેલા હતા. તારીખ ૨૦-૧૧-૨૦૨૨ ના રોજ મકાન માલિકનો ફોન મેનેજર પર આવ્યો હતો કે ચોરીની ઘટના બનેલ છે. ત્યાર બાદ મેનેજર દ્વારા ત્યાં આવી તપાસ કરતા ચોરી થઈ છે તે સાબિત થતાં મેનેજર દ્વારા તેમના ઉપરી અધિકારીને વિગતવાર તેની જાણ કરેલ હતી. કંપનીના સત્તાવાર અધિકારીઓના કહેવાથી મેનેજર મહેશકુમાર વણઝારા દ્વારા ૧૦-૧૨-૨૦૨૨ ના રોજ સ્પંદના સ્ફૂર્તિ ફાયનાન્સમાં ચોરી થયાની ઘટનાની ફરિયાદ ઝાલોદ પોલિસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: