દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે ફોર વ્હીલર ગાડીના ચાલકે એક રાહદારીને અડફેટમાં લેતાં રાહદારીનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૧
દાહોદ તાલુકાના મોટીખરજ ગામે એક નંબર વગરની ફોર વ્હીલર ગાડીના ચાલકે એક રાહદારીને અડફેટમાં લેતાં રાહદારીને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં રાહદારીનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૧૦મી ડિસેમ્બરના રોજ દાહોદ તાલુકાના મોટીખરજ ગામે થાનથડી ફળિયામાં રહેતાં જવાભાઈ મીનામા દાહોદથી તેઓના ઘરે ચાલતા પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક નંબરની ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતાં જતાં જવાભાઈને અડફેટમાં લેતાં જવાભાઈ જમીન પર ફંગોળાયાં હતાં જેને પગલે તેઓને શરીરે હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે મૃતક જવાભાઈના પુત્ર મહેશભાઈ જવાભાઈ મીનામાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

