દાહોદ શહેરમાંથી ધોળે દિવસે મોટરસાઈકલની ઉઠાંતરી
દાહોદ તા.૩
દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ ખાતે લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલ ઉઠાંતરી થયાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના ગોધરા રોડ, જીઈવીબી કોલોની રાબડાળ ખાતે રહેતા તરૂણકુમાર માનસિંહ પરમારે ગત તા.૩૧.૧૦.૨૦૧૯ના રોજ પોતાની મોટરસાઈકલ દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ ખાતે લોક મારી પાર્ક કરી કોઈ કામ અર્થે ગયા હતા જ્યા તેઓની મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે તરૂણકુમાર માનસિંહ પરમારે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

