ઝાલોદ તાલુકાના ભાજપના અસંખ્ય કાર્યકર્તાઓ ભૂપેન્દ્ર પટેલના શપથવિધિ સમારોહમાં હાજર રહ્યા
રિપોટર – પંકજ પંડિત – ઝાલોદ
ઝાલોદ તાલુકાના ભાજપના અસંખ્ય કાર્યકર્તાઓ ભૂપેન્દ્ર પટેલના શપથવિધિ સમારોહમાં હાજર રહ્યા
ભુપેન્દ્ર પટેલની શપથવિધિમાં હાજરી આપી 2.0 સરકારના સાક્ષી બન્યા

ગુજરાત વિધાનસભામાં જંગી બહુમતી મેળવ્યા બાદ આજે ભુપેન્દ્ર પટેલને ગુજરાતના રાજ્યપાલ દ્વારા આજરોજ 12-12-2022 નાં રોજ બપોરે ૨ વાગે વિજય મુહૂર્તમાં શપથવિધિ સમારોહ યોજાયો હતો. આ શપથવિધિ સમારોહમાં ખૂબ મોટા પ્રમાણમાં જનમેદની ઉમટી હતી આ શપથવિધિ સમારોહ ગાંધીનગર ખાતે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિતશાહ સહિત ઉચ્ચ કક્ષાની તમામ ભાજપના બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં ૧૬ જેટલા મંત્રીઓએ શપથવિધિ લીધી હતી.
આ શપથવિધિ સમારોહમાં ઝાલોદ તાલુકાના નાના મોટા સહુ કાર્યકર્તાઓને આમંત્રણ મળતા મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ શપથવિધિ સમારોહમાં પહોંચી ગયા હતા અને ભાજપના ભૂપેન્દ્ર પટેલની સરકાર બનવાના સાક્ષી બન્યા હતા. સહુ કાર્યકર્તાઓ માં અનેરો ઉત્સાહ અને જોશ જોવા મળતો હતો.

