દાહોદ શહેરમાં શ્રી જલારામ જયંતિની ધામધુમ પુર્વક ઉજવણી કરાઈ
દાહોદ તા.૩
જલારામ સેવા ટ્રસ્ટ,દાહોદ દ્વારા આજરોજ જલારામ જયંતિ નિમિત્તે જલારામ મંદિર,મંડાવાવ રોડ,દાહોદ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતુ જેમાં શોભાયાત્રા સવારે ૯ કલાકે નીકળી શહેરના વિવિધ માર્ગાે પર ફરી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા હતા અને રાસ ગરબાની રમઝટ વચ્ચે તેમજ જલારામ બાપાની ભક્ત વચ્ચે શોભાયાત્રા પરત નિર્ધારિત સ્થાને પહોંચી હતી.
આજરોજ શ્રી જલારામ જયંતિ નિમિત્તે જલારામ સેવા ટ્રસ્ટ,દાહોદ દ્વારા દિવ્ય માંગલીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં નિત્ય આરતી સવારે ૭.૦૦ કલાકે, હવન સવારે ૮.૦૦ કલાકે, સંકિર્તન શોભાયાત્રા સવારે ૯ કલાકે જલારામ મંદિર ખાતેથી નીકળી માર્કેટ યાર્ડ, બહારપુરા, પડાવ રોડ, ગાંધી ચોક, દોલતગંજ બજારસ થઈ પરત જલારામ મંદિરે શોભાયાત્રા પરત આવી હતી. શોભાયાત્રામાં મહિલા મંડળ દ્વારા રાસ ગરબાની રમઝટ જામી હતી. ઝોલ નગારા તેમજ બેન્ડબાજા સાથે નીકળેલ આ શોભાયાત્રાની ઠેર ઠેર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ શોભાયાત્રાની આરતી બપોરે ૦૨.૩૦ કલાકે, ધજારોહણ બપોરે ૦૩.૦૦ કલાકે, ભોજન પ્રસાદી સાંજે ૪.૩૦ કલાકે, નિત્ય આરતી
આભાર – નિહારીકા રવિયા રાત્રે ૦૮.૦૦ કલાકે, ભજન સંધ્યા રાત્રે ૦૯.૦૦ કલાકે, બાપાની મધ્ય આરતી રાત્રે ૧૨.૦૦ કલાકે એમ કાર્યક્રમો યોજાયા હતા. ભોજન પ્રસાદીના સમયે મોટી સંખ્યામાં શહેરીજનોએ પ્રસાદનો લાભ લીધો હતો.