દિવ્યભાસ્કર દૈનિકમાં દર રવિવારે રસરંગ સાપ્તાહિક પૂર્તિ માં આવતો લેખ અહા જિંદગી નો અનોખો સંગ્રહ કરી યુવાનોને માર્ગદર્શન આપતા ભુતવડ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડા.
રિપોટર – નીલ ડોડીયાર દાહોદ
દિવ્યભાસ્કર દૈનિકમાં દર રવિવારે રસરંગ સાપ્તાહિક પૂર્તિ માં આવતો લેખ અહા જિંદગી નો અનોખો સંગ્રહ કરી યુવાનોને માર્ગદર્શન આપતા ભુતવડ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડા.
ગરબાડા તારીખ 5
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વજેલાવ ગામની ભૂતવડ પ્રાથમિક શાળા. માં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણસિંહ ચાવડા એ અનોખો શોખ રાખેલ છે તેઓ દિવ્યભાસ્કર દૈનિકમાં દર રવિવારે રસરંગ સાપ્તાહિક પૂર્તિમાં આવતા લેખોમાં પ્રેરણાદાયક લેખોનું કટીંગ કરી અન્ય યુવાનોને પ્રેરણા મળે તે માટે સ્વખર્ચે વાંચવા આપે છે જેમાં અહા જિંદગી પાના નંબર 2 પર પ્રસિદ્ધ તથા લેખ યુપીએસસી ક્રેક કરીને આઈએએસ, આઇપીએસ પાસ કરી સનદી અધિકારી બને તે માટે તેમની સંઘર્ષ ગાતા ના લેખો 51 જેટલા નો સંગ્રહ કરી અન્ય યુવાનોને વાંચવા આપી પ્રેરણાદાયક બનેલ છે
આ ઉપરાંત કિરણસિંહ ચાવડા શાળામાં અસરકારક શિક્ષણ માટે દિવ્યભાસ્કરના શનિવારે પ્રસિદ્ધ થતા બાળ ભાસ્કર નો અનોખો સંગ્રહ કરી બાળકોને ગમ્મત સાથે વાંચન લેખન સુધરેતે માટેની અનોખી પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેઓ દાહોદ જિલ્લામાં છેલ્લા 30 વર્ષથી વ્યસન મુક્તિની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે તેમની આ અનોખી સેવાને ધ્યાને લઈ પ.પૂ. મોરારીબાપુ એ શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ આપી સન્માન કરેલ છે તથા તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવેલ છે તેમને રાજ્ય અને રાષ્ટ્રની અનેક સંસ્થાઓએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપી સન્માન કરેલ છે.
પ્રકાશિત આર્થે


