ઝારખંડથી પવિત્ર તીર્થ સમ્મદ શિખરજીને ઝારખંડની સરકાર દ્વારા પર્યટન સ્થળ જાહેર કરાતાં જૈન સમાજના લોકોમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો જેના ભાગરૂપે દાહોદ શહેરમાં જૈન સમાજ દ્વારા વિશાળ રેલી કાઢી આ મામલે દાહોદ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
જિગ્નેશ બારિયા – દાહોદ બ્યૂરોચીફ
ઝારખંડથી પવિત્ર તીર્થ સમ્મદ શિખરજીને ઝારખંડની સરકાર દ્વારા પર્યટન સ્થળ જાહેર કરાતાં જૈન સમાજના લોકોમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો જેના ભાગરૂપે દાહોદ શહેરમાં જૈન સમાજ દ્વારા વિશાળ રેલી કાઢી આ મામલે દાહોદ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
દાહોદના જૈન સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહી શહેરમાં વિશાળ રેલી કાઢી હતી. આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને દાહોદ મામલતદાર ક ચેરીએ પહોંચી હતી જ્યાં મામલતદારને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાનુસાર સમ્મેદ શિખરજીથી જૈન ધર્મના ર૦ ભગવાન મોક્ષે ગયા છે અને અહીંયા જાે પર્યટન સ્થળ વિકશે તો માસ-મદીરા વેચાશે જેના કારણે જૈનધર્મીઓની લાગણી દુભાય તેમ છે માટે આ મુદ્દે દેશના જૈનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.