પ્રમુખસ્વામી મહારાજની જયોતયાત્રા નુ નડિયાદ શહેરમાં આગમન
નરેશ ગનવાણી બ્યૂરોચીફ – નડિયાદ
પ્રમુખસ્વામી મહારાજની જયોતયાત્રા નુ નડિયાદ શહેરમાં આગમન
નડિયાદ:
અમદાવાદના આંગણેજ ખાતે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની મહોત્સવની દબાદાભેર ઉજવણી કરવામાં આવનાર છે.૧૫મી ડીસેમ્બરથી ૧૫મી જાન્યુઆરી સુધી એક માસ ઉજવણી થનાર છે આ મહોત્સવ પહેલા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન વડોદરાના ચાણસદથી અમદાવાદ આંગણેજ જવા નીકળેલી જ્યોતયાત્રા ગતરોજ નડિયાદ ખાતે આવી પહોંચી હતી. પ્રમુખસ્વામી મહારાજ
૧૪મી ડીસેમ્બરના રોજ મહોત્સવના સ્થળે પહોંચશે આ જ્યોતયાત્રામા ૬૫ જેટલા સંસ્થાના યુવાનો જોડાયા હતા. યાત્રીકો જ્યોતયાત્રા લઈને જ્યારે નડિયાદના માર્ગ પરથી પસાર થતાં હતાં ત્યારે અનેક સંદેશાઓ પાઠવી વર્તમાન મહંત સ્વામીના દર્શન કરવા અચૂક પધારો તેવી નગરજનોને અપીલ કરી છે. સાથે સાથે આ યાત્રા આગળ મહેમદાવાદ અને પછી અમદાવાદ ખાતે પહોંચશે. અને ૧૪મી ડીસેમ્બરના રોજ મહોત્સવના સ્થળે પહોંચશે.



