દાહોદ તાલુકાના જેકોટ ગામે ફોર વ્હીલર ગાડીની અડફેટે રાહદારીનું મોત
દાહોદ તા.૦૩
દાહોદ તાલુકાના જેકોટ ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતા જતાં એક રાહદારીને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારી નાસી જતાં રાહદારીને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના જેકોટ ગામે તળાવ ફળિયામાં રહેતા સરદારભાઈ સબુરભાઈ બામણીયા ગત તા.૩૦.૧૦.૨૦૧૯ના રોજ જેકોટ ગામેથી હાઈવે રસ્તા પરથી રસ્તાની સાઈડમાંથી ચાલતા પસાર થઈ રહ્યા હતા તે સમયે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સરદારભાઈને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારી નાસી જતાં સરદારભાઈને શરીરે, હાથે પગે તથા માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સરદારભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ.
આ સંબંધે દાહોદ તાલુકાના જેકોટ ગામે તળાવ ફળિયામાં રહેતા પરેશભાઈ બાબુભાઈ વાખળાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.