ઝાલોદ વકીલ મંડળના તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા
રિપોટર – પંકજ પંડિત – ઝાલોદ
ઝાલોદ વકીલ મંડળના તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા
ગુજરાત બાર એસોસીએશનના માર્ગદર્શન હેઠળ તમામ બાર એસોસીએશનની ચૂંટણી તારીખ ૧૬-૧૨-૨૦૨૨ શુક્રવારના રોજ યોજાવાની હતી. તે માટે ઝાલોદ બાર એસોસીએશનના હોદ્દેદારોએ ફોર્મ ભર્યા હતા અને તેમની સામે અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાતા તમામ બાર એસોસીએશનના મેમ્બરો બિનહરીફ ચૂંટાઈ આવેલ હતા. જેમાં પ્રમુખ તરીકે આર.એચ.ડામોર , ઉપ પ્રમુખ તરીકે બી.કે. ભૂરિયા, સેક્રેટરી તરીકે એસ.વી.વસૈયા ,વાઇસ સેક્રેટરી તરીકે આર.જી.રાવત ચૂંટાઈ આવેલ હતા. જ્યારે મહિલા પ્રતિનિધિ, વેલફેર મંત્રી,લાઇબ્રેરિયન અને સહ લાઇબ્રેરિયન પણ બિનહરીફ ચૂંટાઈ આવતા વકિલ મંડળના તમામ સભ્યો દ્વારા તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા.