દાહોદ શહેરમાં મોટરસાઈકલ ચોર ટોળકી સક્રિય : બે મોટરસાઈકલોની ચોરી થઈ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૩

દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં સક્રીય બનેલી બાઈક ચોર ટોળકીઓએ દાહોદ વાહન ધારકોની ઉંઘ હરામ કરી નાંખી છે અને પોલિસના સઘન રાત્રી પેટ્રોલીંગની હવા કાઢી નાંખી છે તેવા સમયે ગતરોજ દાહોદ ટાઉન પોલિસ સ્ટેશનમાં બાઈક ચોરીની બે ફરિયાદો નોંધાયાનું જાણવા મળ્યું છે.

દાહોદ શહેરમાં બાઈક ચોરીના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ તા. ૧૯-૮-૨૦૨૨ના રોજ રાત્રીના નવક વાગ્યાના સુમારે દાહોદ સનાતન મંદીરની બાજુમાં આવેલ મહાકાલી માતાના મંદીરે બનવા પામ્યો હતો જેમાં દાહોદ તાલુકાના વાંદરીયા ગામના બીલવાળ ફળિયામાં રહેતા ૧૮ વર્ષીય રાહુલભાઈ સંજયભાઈ બીલવાળ પોતાની રૂા. ૨૫૦૦૦ની કિંમતની સફેદ કલરની વર્ષ ૨૦૦૯ના મોડલની જીજે-૦૧ એલ.એમ- ૦૦૮૧ નંબરની અપાચી કંપનીની મોટર સાયકલ લઈ મહાકાલી માતાના મંદીરે ગયા હતા અને મંદીરની બહાર પોતાની મોટર સાયકલ પપાર્ક કરી મંદીરમાં દર્શન કરવા ગયા હતા તે દરમ્યાન કોઈ બાઈક ચોર રાહુલભાઈ બીલવાળની મહાકાલી માતાના મંદીરની બહાર પાર્ક કરેલ મોટર સાયકલ ચોરીને લઈ ગયા હતા.

આ સંબંધે દાહોદ ટાઉન એ. ડીવીઝન પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે જ્યારે બાઈક ચોરીના બીજા બનાવમાં દાહોદ હરદેવનગર સોસાયટી ઘોડાડુંગરી ખાતે ગત તા. ૯-૧૨-૨૦૨૨ના રોજ રાતે
ત્રાટકેલી બાઈક ચોર ટોળકી હરદેવ નગર સોસાયટીમાં રહેતા અને ઈલેક્ટ્રીશનનો ધંધો કરતા જસવંતસિંહ વાલાભાઈ પરમારની તેમના ઘર આગળ પાર્ક કરેલ વર્ષ ૨૦૨૨ના મોડલની રૂા. ૨૦,૦૦૦ની કિંમતની જીજે-૨૦ એ.પી-૮૭૮૫ મનંબરની હોન્ડા કંપનીની મોટર સાયકલ ચોરીને લઈ ગઈ હતી. આ સંબંધે હરદેવ નગર સોસાયટીમાં રહેતા જશવંતસિંહ વાલાભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ ટાઉન એ. ડીવીઝન પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: