દાહોદ રેલ્વે ટ્રેક પરથી અજાણ્યા યુવકની લાશ મળી
દાહોદ તા.૦૩
દાહોદમાં ટ્રેન નીચે આવી આત્મહત્યા કરવાના પ્રયાસોના બનાવોમાં દાહોદ શહેરમાં વધારો થઈ રહ્યો છે. એક અઠવાડીયામાં ચોથો બનાવ બનવા પામ્યો છે. આજરોજ દાહોદના રેલ્વે ટ્રેક ખાતે એક અજાણ્યો યુવક કોઈક ચાલુ ટ્રેનની અડફેટે આવી જતાં તેનુ મોત નીપજ્યુ હતુ. યુવકે આત્મહત્યા કરી કે ટ્રેન નીચે આવી ગયો હશે? જેવા અનેક સવાલો હાલ તો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
દાહોદ શહેરમાં આજરોજ સવારના સમયે શહેરના રેલ્વે ટ્રેક પાસેથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. લાશ જાતા તે ટ્રેનની અડફેટે આવી જવાથી તેનુ મોત નીપજ્યાનું પ્રાથમીક તબક્કે જાણવા મળ્યુ હતુ. આ અજાણ્યો યુવક કોઈ ચાલુ ટ્રેનની અડફેટે આવી જતા તેનુ મોત નીપજ્યુ હતુ. ઘટનાની જાણ રેલ્વે પોલીસને થતાં પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવકની લાશને ૧૦૮ મારફતે નજીકના સરકારી દવાખાને પીએમ માટે મોકલી દેવામાં આવી હતી.

