દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બાવકા ગામેથી તસ્કરોએ રૂા. ૧૫ હજારની કિંમતની પાણીની બોર ચોરી ફરાર
નીલ ડોડીયાર દાહોદ
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા પોલિસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બાવકા ગામે તસ્કરોએ એક જ રાતમાં કુવા તથા બોરમાં ફીટ કરેલ રૂા. ૧૫૦૦૦ની કુલ કિંમતની ચાર જેટલી પાણીની મોટર ચોરાયાનું જાણવા મળ્યું છે. બાવકા ગામના મુળકા ફળીયામાં રહેતા ફતેસીંગભાઈ મંગળાભાઈ તથા તેમના ગામના અન્ય લોકોના કુવામાં તથા બોરમાં ફીટ કરેલી રૂા.૧૫૦૦૦ની કુલ કિંમતની ચાર જેટલી પાણીની મોટરો ગત તા. ૬- ૧-૨૦૨૨ના રોજ રાતના સમયે ચોરો ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે બાવકા ગામના મુળકા ફળીયામાં રહેતા ફતેસીંગભાઈ મંગળાભાઈ કોચરાએ નોંધાવેલ ફરિયાદને આધારે જેસાવાડા પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.