ઝાલોદ નગરમાંથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દર્શન પ્રવાસમાં જવા માટે આયોજન કરાયું

પંકજ પંડિત ઝાલોદ

એક દિવસીય દર્શન પ્રવાસનું આયોજન કરાયું, મોટા પ્રમાણમાં નોંધણી થવાની શક્યતા

મહાન સંત પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણીનું આયોજન અમદાવાદ ખાતે ૧૫ ડિસેમ્બર થી લઈને ૧૫ જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવેલ છે. આ શતાબ્દી મહોત્સવનો શુભારંભ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજના હસ્તે કરવામાં આવેલ છે. 

૩૦ દિવસ ચાલનાર આ શતાબ્દી મહોત્સવમાં મોટાં પ્રમાણમાં માનવ મહેરામણ અલગ અલગ દિવસે ઉમટી પડનાર છે. સંતોના આશીર્વચન લેવા તેમજ એક અનેરી દુનિયાના દર્શન કરવા આખાં ભારત વર્ષ માંથી મોટા પ્રમાણમાં આ શતાબ્દી મહોત્સવમાં લોકો જોડાવાના છે.
મહાન સંત પ્રમુખ મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા ઝાલોદ નગરના લોકો પણ સેવા આપવા ત્યાં ગયેલ છે તેમજ કોઈ ભક્તને એક દિવસ માટે શતાબ્દી મહોત્સવમાં જવું હોય તો તેનું આયોજન તારીખ ૨૫-૧૨-૨૦૨૨ ના રોજ ઝાલોદ નગર માંથી જવા માટે આયોજન કરવામાં આવેલું છે તેની નોંધણી પણ ચાલુ કરવામાં આવી ગયેલ છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખ સ્વામી દ્વારા અપાયેલ પ્રવચન તેમજ તેમની યાદો સાથે જોડાયેલા દરેક પ્રસંગને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. આમ ઝાલોદ નગર માંથી જન્મ શતાબ્દી મહોત્સવમાં જવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ જોવાઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: