ફતેપુરા વકીલ મંડળની બિન હરીફ થયેલી વરણી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
તેપુરા માં વકીલ મંડળના પ્રમુખ તરીકે વકીલ શ્રી ચંદ્રસિંહ પારગીને પ્રમુખ તરીકે થયેલ બિન હરીફ વરણી
તમામ હોદ્દેદારોને ફૂલહાર કરી શુભેચ્છા પાઠવવામાં આવી
ફતેપુરા બાર એસોસિયના સભાખંડમાં ફતેપુરા વકીલ મંડળની ચૂંટણી રાખવામાં આવેલ હતી જેમાં વકીલ મંડળોના સર્વ સંમતિથી હોદ્દેદારોની બિનહરીફ વરણીકરવામાં આવેલ હતી ફતેપુરા વકીલ મંડળના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવેલ હતી જેમાં ફતેપુરા વકીલ મંડળના પ્રમુખ તરીકે ચંદ્રસિંહ એસ પારગી તથા ઉપપ્રમુખ તરીકે અમુલકુમાર બી શાહ તથા સેક્રેટરી તરીકે અજીત કુમાર ડી રાઠોડ સહમંત્રી તરીકે રાકેશકુમાર એચ વસૈયા તથા લાઇબ્રેરીયયન તરીકે લક્ષ્મણભાઈ ટી પણદા તથા વેલ્ફેર મંત્રી તરીકે આર એચ ડામોર ની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે