દાહોદ શહેરમાં ચેન સ્ચેનચરો ફરી સક્રિય : મહિલાના ગળામાંથી ત્રણ તોલા સોનાની ચેઈનની તડફંચી
દાહોદ તા.૦૫
દાહોદ શહેરમાં ચેન સ્ચેનચરો ફરી સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યુ છે. દાહોદની જલવિહાર સોસાયટીમાં ધોળે દિવસે એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલ બે લબરમુંછીયાઓએ એક મહિલાના ગળામાંથી ત્રણ તોલા સોનાની ચેઈનની તડફંચી કરી નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
દાહોદ શહેરના જલવિહાર સોસાયટીમાં રહેતા રમીલાબેન કાંતીલાલ સરૈયા આજરોજ બપોરના ૨ વાગ્યાના સમયે પોતાના ઘરનો કચરો બહાર ફેંકવા ગયા હતા જ્યા એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલા બે અછોડા તોડ યુવક લબરમુછીયાઓએ રમીલાબેનના ગળામાં હાથ મારી તેઓએ પહેરેલ ત્રણ તોલા વજનની સોનાની ચેઈન તોડી નાસી જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

