ઝાલોદ મ.ચુ કોઠારી પ્રા.શાળામાં રમતોત્સવનું આયોજન સંગીત સાથે કરવામાં આવ્યું

રિપોટર – પંકજ પંડિત

ઝાલોદ મ.ચુ કોઠારી પ્રા.શાળામાં રમતોત્સવનું આયોજન સંગીત સાથે કરવામાં આવ્યું

ઝાલોદ નગરની મ.ચુ કોઠારી પ્રાથમીક શાળા વર્ષોથી બાળકોના ભણતર માટે સક્રિય છે. શાળામાં આજ રોજ રમાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ધોરણ 3 ના બાળકોમાં રમત અને સંગીત દ્વારા મનોરંજન કરાવી તેમને ફિટ રાખી નવી ઉર્જા ભરવામાં આવે છે.સ્કૂલના શિક્ષકો અનુપભાઈ પટેલ, ભરતભાઇ પ્રજાપતિ, સુરેશભાઈ વાગાડીયા દ્વારા બાળકોમાં રમત અને સંગીત સાથે એક્ટીવીટી કરાવી બાળકોમાં ભણવા સાથે તેમનું શરીર પણ સ્વસ્થ રહે તેમજ તેમનું મગજ પણ સ્વસ્થ રહે તેની કાળજી રાખવામાં આવે છે. જેથી તેનો સીધો અસર તેમના ભણતર પર સારો રહે તેવો હોય છે. બાળકોમાં શારિરીક રીતે વિકાસ સાથે તેમના ભણતરનો પાયો મજબૂત બને તેમજ બાળકો રમત ગમત સાથે સરસ મજાનું ભણતર મેળવે તેવો પ્રયાસ શાળાના શિક્ષકોનો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: