આઇટીઆઇ દાહોદ ખાતે આગામી સોમવારે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
સિંધુ ઉદય
દાહોદ, તા. ૧૬ : જિલ્લા રોજગાર વિનમય કચેરી, દાહોદ દ્વારા તા. ૧૯-૧૨-૨૦૨૨ સોમવારના રોજ સમય સવારે ૧૦.૩૦ કલાકે સરકારી આઇટીઆઇ, તા.જી. દાહોદ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરાયું છે. જેમાં ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, આઇટીઆઇ, ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક, જીએનએમ/બીએસસી નર્સિગ ૧૦ અનુભવી, બિનઅનુભવી લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર રાખેલ છે. જેમાં ઉમેદવારોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. ઉક્ત જણાવેલ અભ્યાસ ધરાવતા મહિલા તથા પુરૂષ ૧૮ થી ૩૫ વર્ષ વયમર્યાદા ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઇ શકશે. રોજગાર ભરતી મેળામાં ઉમેદવારો પોતાના બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા દાહોદનાં રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.