ઝાલોદ તાલુકાના છાયણ ગામે અગમ્યકારણોસર નવ જેટલા ઈસમોએ ધિંગાણુ મચાવી એક મહિલા સહિત ત્રણને માર માર્યાે
દાહોદ તા.૦૬
ઝાલોદ તાલુકાના છાયણ ગામે અગમ્યકારણોસર નવ જેટલા ઈસમોના ટોળાએ એકસંપ થઈ ગામમાં જ રહેતા એક વ્યÂક્તના ઘરે આવી બેફામ ગાળો બોલી ઘર પર પથ્થર મારો કર્યાે હતો અને ધિંગાણુ મચાવી એક મહિલા સહિત ત્રણ જણાને લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ધિંગાણુ મચાવ્યાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના છાયણ ગામે કાળાપીપળ ફળિયામાં રહેતા મોહનભાઈ પારસીંગભાઈ સંગાડા, ભલાભાઈ પારસીંગભાઈ સંગાડા, સંજયભાઈ જામુભાઈ સંગાડા, ગોવિંદભાઈ જામુભાઈ સંગાડા, હામુભાઈ પારસીંગભાઈ સંગાડા, કમલેશભાઈ જામુભાઈ સંગાડા, રાજુભાઈ ભલાભાઈ સંગાડા, જામુભાઈ પારસીંગભાઈ સંગાડાનાઓએ ગત તા.૦૨.૧૧.૨૦૧૯ના રોજ પોતાના જ ફળિયામાં રહેતા દિનેશભાઈ રતનભાઈ સંગાડાના ઘરે આવી બેફામ ગાળો બોલતા હતા અને અગમ્યકારણોસર ઝઘડો તકરાર કરી ઉશ્કેરાય જઈ ઘર પર પથ્થર કરી ઘરના નળીયા તોડી નુકસાન પહોંચાડ્યુ હતુ. આ બાદ સુમિત્રાબેન, પ્રતાપભાઈ અને મુકેશભાઈને લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે,હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત દિનેશભાઈ રતનભાઈ સંગાડાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

