દાહોદ શહેરમાં એક લઘુમતિ કોમની પરણિતાએ પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવી.
નીલ ડોડીયાર
દાહોદ તા.૧૬
દાહોદ શહેરના મોટા ઘાંચીવાડાની ૧૯ વર્ષીય પરણીતા પર તેના સસરા દ્વારા બળજબરીથી શરીર સંબંધ બાંધવાની કોશીશ કરી તથા ઘરકામ માટે અન્ય દ્વારા ઝઘડો તકરાર કરી તેમજ પતિ દ્વારા ત્રણ વાર તલાક, તલાક, તલાક કહી તલાક આપી લગ્ન અધિકારોનું હનન કરી ગુજારાતા શારીરીક અને માનસીક ત્રાસથી વાજ આવેલ પરણિતાએ ન્યાય માટે દાહોદ મહિલા પોલિસના દરવાજે દસ્તક દીધાનું જાણવા મળ્યું છે.
દાહોદ મોટા ઘાંચીવાડા, હાડકામીલ પાસે રહેતા સીદ્દીકભાઈ બજારીયાની દીકરી ૧૯ વર્ષીય સાહેલાબેનના નિકાહ ગત તા. ૧૩-૫-૨૦૨૨ના રોજ મુસ્લીમ સમાજના રીતરિવાજ મુજબ દાહોદ મોટા ઘાંચીવાડ ફાતમાં મસ્જીદની ગલીમાં રહેતા સીદ્દીકભાઈ સત્તારભાઈ ખોડાના પુત્ર જુનેદ ખોડા સાથે થયા હતા. લગ્ન બાદ છ માસ સુધી સાહેલાબેન સાથે તેના પતિ જુનેદ, સસરા સીદ્દીકભાઈ તથા જાફરભાઈ સત્તારભાઈ ખોડાએ સારૂ રાખ્યું હતું ત્યારબાદ તે ત્રણેના પોત પ્રકાશ્યા હતા અને સીદ્દીકભાઈ ખોડા પોતાની પુત્ર વધુ સાહેલાબેન ઘરમાં એકલી સુતી હોય તે વખતે બદ ઈરાદાથી અચાનક ઘરમાં જઈ સુઈ રહેલી પુત્ર વધુ સાહેલાબેનના શરીર સાથે છેડછાડ કરી અને બળજબરથી શરીર સંબંધ બાંધવા કોશીશ કરી હતી. જાફર સીદ્દીકભાઈએ ઘરનું કામકાજ બરાબર કરતી નથી તેમ કહી ઘરના કામકાજ બાબતે ઝઘડો તકરાર કરી માર મારતી હોય તથા પતિ જુનેદે પત્ની સાહેલાબેનને ત્રણ વાર તલ્લાક, તલ્લાક, તલ્લાક કહી તલાક આપી સાહેલાબેનના લગ્ન અધિકારોનું હનન કરી શારીરીક અને માનસિક ત્રાસ ગુજારાતા આવા રોજરોજના ત્રાસથી કંટાળી સાહેલાબેને ન્યાય માટે દાહોદ મહિલા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે સાહેલાબેનના પતિ જુનેદ સીદ્દીકભાઈ ખોડા, સસરા સીદ્દીકભાઈ સત્તારભાઈ ખોડા તથા જાફર સત્તારભાઈ ખોડા વિરૂઘ્ઘ ઈપિકો કલમ ૪૯૮(ક), ૩૫૪, ૧૧૪ તથા મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ ૨૦૧૯ની કલમ-૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


