ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે એક મોટરસાઈકલની અડફેટે મહિલાને ગંભીર ઈજા

દાહોદ તા.૦૬
ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક મહિલાને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારી મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોટરસાઈકલનો ચાલક નાસી ગયાનું જાણવા મળે છે.
ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે ગત તા.૦૫.૧૦.૨૦૧૯ ના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે સંગાડ ફળિયામાં રહેતા લીલાબેન મનસુખભાઈને અડફેટમા લઈ જાશભેર ટક્કર મારતાં લીલાબેનને કમરના ભાગે મણકાની પાસણીમાં ફેક્ચર કરી તથા જડબાના ભાગે પણ ઈજાઓ કરી ગંભીર ઈજાઓને પગલે લીલાબેનને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ સંબંધે ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે સંગાડ ફળિયામાં રહેતા કરમભાઈ મનસુખભાઈ સંગાડે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: