પીછોડા પ્રા. શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રથમ સ્થાન મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું.
અજય સાસી દાહોદ
આજ રોજ તારીખ 16/12/2022 ને શુક્રવારના રોજ સંજેલી તાલુકાની ગરાડીયા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનના આયોજનનું ઉદ્દઘાટન માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા સાહેબની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આ પ્રદર્શનમાં આ.શિ. શ્રી તડવી મોહનભાઇ એસ. અને શ્રી બામાણિયા શૈલેષભાઇ કે.ના માર્ગદર્શન હેઠળ માંડલી કલસ્ટરની નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રા.શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રથમ વિભાગમાં પ્રથમ નંબર મેળવી શાળાનું અને પિછોડા ગામનું ગૌરવ વધાર્યું હતું.જે બદલ શાળાના મુખ્ય શિક્ષક શ્રી કામોળ જગદીશભાઈ કે. દ્વારા બંને માર્ગદર્શક શિક્ષક મિત્રો અને ભાગ લેનાર બાળમનોવૈજ્ઞાનિક વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.