દાહોદ તાલુકાના બોરવાણી ગામે સામાન્ય બાબતે થયેલ ઝઘડામાં એકને માર મારી ગંભીર ઈજા પહોંચાડી
દાહોદ તા.૦૬
દાહોદ તાલુકાના બોરવાણી ગામે સામાન્ય બાબતે ચાર જેટલા ઈસમોએ એક વ્યÂક્તને કુહાડી વડે, લોખંડના સળીયા વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના બોરવાણી ગામે સંગાડા ફળિયામાં રહેતા મુકેશભાઈએ પોતાના જ ફળિયામાં રહેતા માજુભાઈ જાતીયાભાઈ કિશોરીને કહેલ કે, તુ બાહર ગામ જતો રહેલો અને ફરી પાછો કેમ ગામમાં આવેલ છે, તેમ કહેતા મોજુભાઈ એકદમ ઉશ્કેરાય જઈ કહેવા લાગેલ કે, તુ મને કહેવાવાળો કોણ કે ગામમાં કેમ આવ્યો તેમ કહી માજુભાઈ, કલસીંગભાઈ જાતીયાભાઈ કિશોરી, ચેનીયાભાઈ જાતીયાભાઈ કિશોરી તથા અનિલભાઈ ચેનીયાભાઈ કિશોરી તમામ પોતાની સાથે કુહાડી, લોખંડનો સળીયો વિગેરે મારક હથિયારો સાથે દોડી આવી મુકેશભાઈને કુહાડીની મુદર માથાનમાં મારી લોહીલુહાણ કરી, લોખંડના સળીયા વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ સંબંધે દાહોદ તાલુકાના બોરવાણી ગામે સંગાડા ફળિયામાં રહેતા વસનીબેન મહેશભાઈ કિશોરીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.