ઝાલોદ લાયન્સ સ્કૂલ ખાતે સ્કૂલના બાળકો માટે કરાટે એક્ટિવિટીનું આયોજન કરાયું

પંકજ પંડિત ઝાલોદ

સ્કૂલના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પ્રોગ્રામને સફળ બનાવ્યો

  આજરોજ 17-12-2022 ના રોજ બ્રાઇટ ઇંગ્લિશ તેમજ ગુજરાતી મિડિયમમાં વિધાર્થીઓ વચ્ચે ઇન્ટર ક્લાસ કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચીફ રેફરીમાં ડૉ નિઝામુદ્દીન કાઝી આવ્યા હતા જે ગુજરાતના કરાટે ઇન્ટરનેશનલના ટેક્નિકલ ચીફ ડાઇરેક્ટર છે જેમનું સન્માન લાયન્સ ક્લબના મેમ્બર ડૉ સોનલ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ૯૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. બાળકોને મોટિવેશન કરવા માટે લાયન્સ ક્લબના અન્ય મેમ્બરો પણ હાજર રહ્યા હતા. આ સ્કૂલના કરાટે એક્ટીવીટીના કોચ ઉમેશ મહાવર દ્વારા બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. લગભગ 40 થી 45 બાળકો એ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ અલગ અલગ મેડલ મેળવ્યા હતા. 
આ કરાટે એક્ટિવિટી ટુર્નામેન્ટનમા સ્કૂલના પ્રિન્સિપાલ , શિક્ષકો  ,બાળકો  ,સંસ્થાના મેમ્બરો દ્વારા પ્રોગ્રામમાં હાજર રહી બાળકોને ખૂબ સુંદર પ્રોત્સાહન આવ્યું હતું. આ સમગ્ર આયોજન સ્કૂલના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. બાળકોમાં કરાટેને લઈ અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. સહુ બાળકો દ્વારા ખૂબ સુંદર રીતે રમતમાં ભાગ લઈ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: