દાહોદ શહેર તેમજ તાલુકામાં મોટરસાઈકલ ચોરી કરનાર ટોળકીના ૦૪ સાગરીતોને ઝડપી પાડતી દાહોદ તાલુકા પોલીસ ૦૮ ચોરીની મોટરસાઈકલ તેમજ ૦૪ પાણીની મોટરો પોલીસે કબજે કરી.
નીલ ડોડીયાર
દાહોદ તા.૧૭
દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો આતંદ દિનપ્રતિદિન વધવા માંડ્યો છે ત્યારે દાહોદ તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરતાં દાહોદ શહેર સહિત તાલુકામાં ચોરીની ૦૮ મોટરસાઈકલો તેમજ ૦૪ પાણીની ઈલેક્ટ્રીક મોટર સાથે ચાર ઈસમોને ઝડપી પાડી જેલ ભેગા કર્યાં છે જ્યારે પોલીસે અન્ય તેઓના સાગરીતોના પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
દાહોદ શહેર તેમજ તાલુકામાં કેટલાંક દિવસો પુર્વે મોટરસાઈકલ ચોરીના બનાવો તેમજ પાણીની મોટરો ચોરીના બનાવો પોલીસના ચોંપડે નોંધાંયાં હતાં ત્યારે બનાવોની ગંભીરતાને ધ્યાવનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ તાલુકા પોલીસ દ્વારા શહેર સહિત તાલુકામાં તપાસના ધમધમાટ તેમજ નાઈટ પેટ્રોલીંગ સઘન કરી હતી તેવામાં પોલીસને મળેલ બાતમીના આધારે ગડોઈ ઘાટી ઉપરથી બે મોટરસાઈકલો પર ચાર ઈસમો પસાર થતાં હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે ગડોઈ ઘાટી ઉપર વોચ ગોઠવી ઉભા હતાં ત્યારે ત્યાંથી નંબર વગરની મોટરસાઈકલો પર ચાર ઈસમો પસાર થતાં પોલીસે તેઓને ઉભા રાખી મોટરસાઈકલોના કાગળો વિગેરે રજુ કરવા જણાવતાં ચારેય જણાએ કાગળો આપવામાં ગલ્લા તલ્લા કરતાં પોલીસને શંકા જતાં ચારેય ઈસમોને દાહોદ તાલુકા પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં પોલીસની પુછપરછમાં ચારેય ઈસમો ભાંગી પડ્યાં હતાં અને ચારેયે પોતપોતાના નામ ર્નિભયભાઈ પ્રેમાભાઈ ડામોર, ભાવેશભાઈ હિમતભાઈ દેવળ, પ્રકાશભાઈ વાઘજીભાઈ હઠીલા અને રાહુલભાઈ કાળુભાઈ ડામોર (ચારેય રહે. બાવકા, સીમળખેડી અને મુળકા ફળિયુ, તા.જિ.દાહોદ) જણાવ્યું હતું. આ ચારેય ઈસમો દાહોદ શહેર તેમજ તાલુકામાંથી અલગ અલગ સ્થળોએથી કુલ ૦૮ મોટરસાઈકલો ચોરી કરી હોવાનું કબુલ્યુ હતું સાથેજ ઈલેક્ટ્રીક દેડકા મોટર નંગ. ૦૨ અને ઈલેક્ટ્રીક સબમર્શીબલ મોટર નંગ. ૦૨ પણ ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું ત્યારે પોલીસે ચોરીની અન્ય મોટરસાઈકલો ઉપરોક્ત ચારેય ઈસમોના આશ્રય સ્થાનેથી કબજે કરી હતી અને ચોરીની ચાર પાણીની મોટરો પણ કબજે કરી હતી. આ ગેંગમાં સામેલ અન્ય બે ઈસમો રાહુલભાઈ ઉર્ફે ગૌરવ દિનેશભાઈ પરમાર અને મંગુભાઈ રામસીંગભાઈ પરમાર (બંન્ને રહે. નેલસુર, તા.ગરબાડા, જિ.દાહોદ) પણ સામેલ હોવાનું જણાવતાં પોલીસે આ બંન્ને ઈસમોના પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે. આ ગેંગમાં કુલ ૦૬ સભ્યો હોય જેઓ રાત્રીના સમયે કોઈ તહેવાર કે મેળામાં થતી ભીડભાડવાળી જગ્યાએ અથવા આગળ કે રસ્તામાં મોટરસાઈકલ મળી આવતાં તેનું લોક તોડી મોટરસાઈકલ ચોરી કરી મોટરસાઈકલોના સ્પેર પાર્ટ અલગ પાડી વેચી નાંખી તથા ગામડાઓના કુવામાંથી તથા બોરીંગની ઈલેક્ટ્રીક મોટરો ચોરી કરતાં હોવાના ગુન્હાહીત પ્રવૃતિમાં સંકળાયેલા હોવાનું પોલીસ સમક્ષ બહાર આવ્યું છે.