દાહોદ તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું : ૨૪૮ બાળ વૈજ્ઞાનિકોએ લીધો ભાગ
સિંધુ ઉદય
દાહોદ, તા. ૧૭ : દાહોદ તાલુકાનું ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન લીમડાબરા પ્રાથમિક શાળા ખાતે ગત શુક્રવારે યોજાયું હતું. જેમાં વિવિધ ૫ વિભાગો મળી કુલ-૧૨૪ કૃતિઓનું વિદ્યાર્થીઓએ નિદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં ૨૪૮ વિદ્યાર્થીઓ અને ૧૨૪ માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો હતો.
દાહોદ વિધાનસભાના નવનિયુક્ત ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીએ ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ઝીથરાભાઈ ડામોર, જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી શ્રી મયુર પારેખ, ડાયટ પ્રચાર્યશ્રી રાજેશ મુનિયા, ઉચવાણિયા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રમણભાઈ, ભાઠીવાડા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નિરજભાઈ, અગ્રણી શ્રી મુકેશભાઈ ખચ્ચર, ડાયટ લાયઝન રોઝલીન સુવેરા, સામાજિક કાર્યકર વિજયભાઈ ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.
જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ પણ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.