NRI યુવાની પરિવાર સાથે વતનમાં અનોખી એન્ટ્રી
નરેશ ગનવાની બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ
ખેડા જિલ્લાના કઠલાલ
ખાતે રહેતા ભીખાભાઈ દિવાનના ૩૭ વર્ષિય પુત્ર આશીક
છેલ્લા લગભગ ૧૨ વર્ષથી UK સ્થાઈ થયા છે. આશીક પોતાની પત્ની શીરીન તથા બે સંતાન ફેઝ અને આયાત સાથે પરદેશમા રહે છે. આશીક પોતે પીઆર છે અને
મોબાઈલની શોપ ચલાવે છે. તે વર્ષ ૨૦૦૯મા UK ગયા હતા. આ બાદ આજે ૧૨ વર્ષનો સમય વિત્યા બાદ પોતાના વતન આવ્યા હતા. આશીક પોતાની પત્ની અને સંતાનો સાથે
ગતરોજ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા
હતા.અને ત્યાંથી હેલીકોપ્ટરમાં બેસી આ યુવાન અને તેના પરિવાર સાથે પોતાના વતન કઠલાલ ખાતે આવી પહોંચ્યા છે. આશિકના પિતાએ પણ આવી એન્ટ્રીમાં કોઈ કચાસ ન રહે તેથી બેન્ડવાજા સાથે હરખભેર પોતાના દિકરાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એ પછી ઘર સુધી બેન્ડવાજાની સાથે તેડી લાવ્યા હતા. દિકરા, પુત્રવધુ અને પૌત્રનુ ભારે હૈયે ભીખાભાઈ દિવાન અને તેમના કૌટુંબિક લોકોએ સ્વાગત કર્યું હતું. લાંબા સમય બાદ પુત્ર, પુત્રવધુ અને પૌત્ર આવતાં દિવાન પરિવારમાં આનંદનો માહોલ સર્જાયો છે.



