કૂતરાંનાં નાના બચાં નું જીવન દાન બનતી દાહોદ જીલ્લાની કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ
રિપોટર – નીલ ડોડીયાર -દાહોદ
કૂતરાંનાં નાના બચાં નું જીવન દાન બનતી દાહોદ જીલ્લાની કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ
આજ રોજ દાહોદ શહેર ના ગોવિંદનગર નાં સેવાભાવીવ્યક્તિ ટોલ ફ્રી નંબર 1962 એમ્બ્યુલન્સ ને સવારે 9:00 વાગે ગોવિંદ નગર વિસ્તાર માં એક કૂતરી નાં બચા માટે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ની 1962 ને કોલ કરીને મદદ માગી હતી. ઇમેરજેંસી કોલ મળતા જ તરતજ એમ્બ્યુલન્સ ના ર્ડો.મુકુલ જેથીવલ અને તેમના પાયલોટ સતિષ ભાઈ ઘટના સ્થળે વાયુ વેગે દોડી આવ્યા હતા. અને ઘટના સ્થળે પોંહચીને ત્યાં માલુમ પડ્યું કે કૂતરીનાં એક બચ્ચા ને બીજા મોટા કૂતરાં એ એટેક કરી ફાડી નાખું હતું તો તેની હાલત પણ ગંભીર હતી બચ્ચા ની આંખ એટેક દરમિયાન બહાર આવી ગઈ હતી તો તેને તાત્કાલિક ઓપરેશન કરી બહાર નીકાળી એને વ્યવસ્થિત પણે ઓપરેશન કરીને આંખ અલગ કરી દેવામાં આવી હતી અને સ્થાનિક લોકોને સેફ જગ્યાએ રાખી દેવા માટે જણાવ્યું હતું આ કાર્ય માં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ની 1962 ની સેવા સાચા અર્થ માં એક કૂતરા નાં બચ્ચા માટે વરદાન રૂપ નિવડી હતી.