ઝાલોદ નગર ખાતે શ્રી ગુસાઇજી પ્રાગટય દિનની ઉજવણી કરવામાં આવી
પંકજ પંડિત ઝાલોદ
શ્રી ગુસાઇજીનાં આ ઉત્સવને જલેબી ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે
માગસર સુદ 8 ના દિવસે શ્રી રામદાસજી જતીપુરામાં શ્રીનાથજીનો શણગાર કરી રહ્યા હતા તે વખતે શ્રીનાથજી એ રામદાસજીને કહ્યું હતું જ્યારે પણ જન્માષ્ટમી આવે છે ત્યારે શ્રી ગુસાઈજી મારો જન્મ દિવસ ખૂબ જ ધામધૂમથી મનાવે છે. મહિનાઓ પહેલાથી તૈયારીઓ કરવા લાગે છે અને શ્રી ગુસાઈજી પોતાનો જન્મ દિવસ પ્રકટ કરતા નથી અને ખૂબ જ સાદગી થી તેઓ ઉજવે છે પરંતુ મારી ઇચ્છા એવી છે આવતી કાલે શ્રી ગુસાઈજીનો પ્રાકટય દિવસ ધામધૂમથી ઉજવિયે …શ્રી રામદાસજી એ કહ્યું પ્રભુ એ કઇ રીતે..? ત્યારે શ્રીનાથજી એ કહ્યું ગુસાઇજી નું સ્વરૂપ છે તેવી જ સામગ્રી બનાવો …ત્યારે રામદાસજી એ કહ્યું પ્રભુ આપ જ આજ્ઞા કરો..ત્યારે શ્રીનાથજી એ કહ્યું એવી સામગ્રીતો જલેબી છે જે અંદર થી પણ રસમય અને બહારથી પણ રસમય હોય છે. આ વાત રામદાસજી એ બહાર આવી વૈષ્ણવોને કરી ત્યાં ઉભેલા સદુપાંડેજી એ કહ્યું ઘી અને મેંદો હું આપીશ…ધીરે ધીરે બધાં વૈષ્ણવોના ફાળાથી સામગ્રી ભેગી કરીને વૈષ્ણવોના ફાળા થી ટોપલા ભરી જલેબી સિદ્ધ કરી માગસર વદ 9 ના દિવસે રાજભોગ વખતે ધરીનેજ્યારે શ્રી જી ગોસાઈ ગોકુળથી પધાર્યા ત્યારે જોયું કે જલેબીના ટોપલામાં ખૂબ બધાં ભોગ આવ્યા છે ત્યારે શ્રી ગોસાઈજી એ રામદાસજીને પૂછ્યું આજે શું ઉત્સવ છે ત્યારે રામદાસજી કૃપાનાથ આજે સ્વયં શ્રીનાથજી એ આપનો જન્મદિન મનાવ્યો છે આ સાંભળી ગોસાઈજી ખૂબ પ્રસન્ન થયા. તે દિવસથી ગોસાઈજીના ઉત્સવને જલેબી ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે તેથી ઠાકોરજીને જલેબી અચૂક ધરાવવામાં આવે છે.
ઝાલોદ નગરમાં વણિક સમાજ દ્વારા શ્રી ગુસાઇજીનો પ્રાકટય દિનની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વણિક સમાજ દ્વારા શ્રી ગુસાઇજીનાં પ્રાગટ્ય ઉત્સવ ઉજવવા માટે વણીક સમાજના સહુ લોકો ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા હતા. બપોરે મંદિર ખાતે નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સાંજે શ્રી જી મંડળની બહેનો દ્વારા કળશયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ સમાજના સહુ લોકોએ ભેગા થઈ શ્રી ગોસાઈજીનાં ઉત્સવ રૂપે શોભાયાત્રા કાઢી મનાવ્યો હતો. શોભાયાત્રા દરમ્યાન રાસ ગરબા, ભજનોની રમઝટ સાથે સહુ કોઈ વૈષ્ણવો એ આનંદ લીધો હતો ત્યાર બાદ સહુ વૈષ્ણવો દ્વારા રાત્રે સમાજની વાડીમાં સમૂહ મહાપ્રસાદ પણ લીધો હતો. આમ આજ રોજ વૈષ્ણવ સમાજ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.