શ્રી સંતરામ ગર્ભસંસ્કાર કેન્દ્ર શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર દશાબ્દિ મહોત્સવ
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદથી થી શ્રી સંતરામ ગર્ભસંસ્કાર કેન્દ્ર તપોવન ને ૧૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે ,તે નિમિત્તે ” તપોવન દશાબ્દી મહોત્સવ” ઉજવણી ના ભાગ રૂપે શનિવારના રોજ “તપોવન દશાબ્દિ મહોત્સવ ના ” લોગો” અને “સ્લોગન – સનાતન સંસ્કૃતિ પઢાવો- વીર બનાવો ” નું અનાવરણ પૂજ્ય શ્રી મોરારી બાપુ અને પ.પુ મહંત શ્રી રામદાસજી મહારાજ અને તપોવન ના મંત્રી શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
પૂજ્ય શ્રી મોરારીબાપુ બાપુએ તપોવન દશાબ્દી મહોત્સવ ઉજવણી શુભેચ્છા પાઠવી હતી,તેમાં જણાવ્યું હતું કે શ્રી સંતરામ ગર્ભસંસ્કાર કેન્દ્ર તપોવન જેમાં ગર્ભમાં જ બાળક ને સંસ્કાર આપી સુસંસ્કૃત,વિવેકી માનવ નિર્માણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, તેમના માટે હર્દય પૂર્વક આનંદ વ્યક્ત કર્યો હતો.
સંસ્થાના કોર્ડીનેટર રાહુલભાઈ દવે જણાવ્યું હતું કે ૨૦૨૩ માં તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર “તપોવન દશાબ્દી મહોત્સવ”ઉજવવા જઈ રહ્યું છે. તેની અંદર કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી કે વિવિધ ૧૦ દસ સ્પર્ધાઓ નું આયોજન કરેલ છે.જેમાં સંસ્કૃત શ્લોક ગાન સ્પર્ધા, રામાયણ ચોપાઈ સ્પર્ધા અને સનાતન સંસ્કૃતિ અનુરૂપ ગીત સ્પર્ધા એ ખાસ ધ્યાનાર્ષક સ્પર્ધાઓ છે. તારીખ ૧૬ /૧૭ /૧૮/ મે,૨૦૨૩ ત્રણ દિવસયી સાંસ્કૃતિક કાર્યક્રમ અને મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. તપોવન દશાબ્દી મહોત્સવ દરમિયાન ૧૦ વર્ષમાં આવેલ ગર્ભવતી માતાઓ અને તેમના બાળકો અને ડેવલોપમેન્ટ સેન્ટરમાં આવેલ માતા અને બાળકો ભાઈ ભાગ લઈ શકશે તે વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી.
કાર્યક્રમમાં વિશેષમાં ઉમરેઠના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ, ચકલાસીના મહંત શ્રી રામેશ્વરદાસજી મહારાજ અને સંતરામ દેરી થી સત્યદાસજી મહારાજ અને અન્ય સંતો, શ્રી સંતરામ ગર્ભસંસ્કાર અને શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ ની માતાઓ, શ્રી સંતરામ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ અને શ્રી સંતરામ ગુજરાતી માધ્યમ સ્કૂલ નો સ્ટાફ ઉપસ્થિતિ રહ્યા હતા.



