આણંદના જોળ ગામની પ્રાથમિક શાળામાં પાપડીનો લોટ ખાધા બાદ બાળકની તબિયત લથડી.
નરેશ ગણવાણી બુરોચિફ નડિયાદ
નડિયાદ
આણંદના જોળ ગામે આવેલીપ્રાથમિક શાળામાં શનિવારનારોજ વિદ્યાર્થીઓને મધ્યાહનભોજનમાં ઘઉંનો પાપડીનોલોટ પિરસ્યો હતો. જે ખાધા બાદ એક પછી એક બાળકોનીતબિયત લથડી હતી. બાળકોનેપેટમાં બળતરાં થતાં રાડારાડકરી મુકી હતી. આ ઘટનાન પગલે આચાર્યાએ તાત્કાલિકઆરોગ્ય વિભાગને જાણ કરીહતી.જોળ ગામે આવેલી પ્રાથમિકશાળામાં બાળકોએ મધ્યાહનભોજનમાં ઘઉંનો પાપડીનો લોટ પીરસ્વામાં આવ્યો હતો. જોકે, આ પાપડીના લોટમાં લીલામરચાં વધુ પ્રમાણમાં નાંખીદેતાં બાળકોને પેટમાં બળતરાં ઉપડી હતી. આથી, બૂમાબૂમકરતાં શાળાના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. આઅંગે આરોગ્ય વિભાગને જાણકરતાં ટીમ પહોંચી હતી અનેબાળકોને જરૂરી દવા આપી દૂધ પીવડાવ્યું હતું. જોકે, રોષેભરાયેલા વાલીઓએ શાળાસંચાલકોનો ઉધડો લીધો હતો. જેથી વિદ્યાનગર પોલીસને જાણકરતાં ટીમ સ્થળ પર પહોંચીહતી. આશરે ત્રણેક કલાકનીજહેમત બાદ મામલો થાળે પડ્યોહતો.બીજી તરફ મામલાનીગંભીરતાના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સવિભાગ દ્વારાપાપડીના લોટનોનમૂનો લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જોળ પ્રાથમિક શાળામાં ધો.1થી 8માં અઢી સો જેટલા બાળકો અભ્યાસ કરે છે.તેમને ખીચડીઅને ચણાના લોટના બદલે મરચા નાંખેલો પાપડીનો લોટ આપી દેવામાં આવ્યો હતો


