દાહોદ તાલુકાના ઉસરવાણ ગામેથી ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલની ચોરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૯
દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે મકાનની આગળ લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન મોટરસાઈકલ ચોરીની ઘટનાઓ વધી રહી છે જેને પગલે વાહન માલિકોમાં ભારે આક્રોશ સાથે રોષ પણ ફેલાવા પામ્યો છે ત્યારે વધુ એક મોટરસાઈકલ ચોરીની ઘટના સામે આવવા પામી છે જેમાં મુળ પંચમહાલ જિલ્લાના ગોધરાના ભુરાવાવ ખાતે રહેતાં સુરજ રાજકુમાર પટેલ જેઓ હાલ દાહોદ શહેરમાં શંભુનાથ રેસીડેન્સીમાં રહે છે તેઓ પોતાની મોટરસાઈકલ દાહોદ શહેરમાં આવેલ પોતાના મકાનની આગળ ગતરોજ લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે સુરજ રાજકુમાર પટેલે દાહોદ બી. ડિવીઝનમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.